માગસર સુદ ૯
ભારત ની રત્નગર્ભા ધરા ઉપર હજ્જારો વર્ષો દરમ્યાન સમયે-સમયે અનેકો એવા દીપ પ્રજ્વલ્લિત થયા છે, જેણે માત્ર પોતાના ઘર આંગણા કે પછી, સમાજ ને આલોકિત નહીં અપિતુ, સમગ્ર ભારતવર્ષ ને દેદીપ્યમાન કર્યું છે..............એક સભ્ય સમાજ સદાયે એમનું ઋણ સ્વીકારશે|
એમ પણ ન કહી શકાય કે, પ્રાચીન ભારત ના કોઈ વિશિષ્ટ દર્શન માં કે પછી, સંપ્રદાયે માં, એવા સારસ્વતો નું જન્મ થયો ,વરન એવું કહીયે તો પણ ચાલશે કે, ભારત નું કોઈ પણ દર્શન કે પરંપરા એવી બાકી નથી જેમાં કોઈ ન કોઈ અતિ મહાન વિભૂતિ ના થયી હોય | બ્રાહ્મણ કે શ્રમણ પરંપરા બંને માં ,સાંખ્ય, ન્યાય, યોગ, વૈશેષિક મીમાંસક, બૌદ્ધ, જૈન કે પછી ચાર્વાક (લોકાયત), બધાંજ દર્શનો નું કોઈ ના કોઈ કાળ માં, સમાજ ઉપર એક અદભુત વર્ચસ્વ હતો, પ્રભાવ હતો અને એનું કારણ, તે-તે મતો માં થયેલા મહાપુરુષો, અને શ્રુતવંતો | આ બધીજ બાબત માં એક વાત આવશ્ય રૂપ થી નોંધ લેવા યોગ્ય છે, કે બધાજ મહાપુરુષો થયા તો ભિન્ન-ભિન્ન મતો માં પણ એમના કાર્યોં , એમના મતો ના વાડા માં પૂરાયેલા ન હતા , પરન્તુ સમગ્ર માનવ જાત ના કલ્યાણ ના હેતુ ને લક્ષ્ય માં રાખી ને કીધેલા હતા |
આજ આપણે એવાજ એક મહા-મહિમાવંત ,અદ્વિતીય પ્રતિભા નાં ધણી ,સારસ્વત ની વાત કરીશું | મારી દૃષ્ટિએ તો એમને સરસ્વતી નું પુરૂષાવતાર કહી ને પણ સંબોધીએ , તો કોઈ અતિશયોક્તિ નહીં ગણાય | એ મહાત્મન છે, ગુજરાત ના સંસ્કાર ગુરુ અને ગુર્જર દેશાધિપ મહારાજ કુમારપાળ ને પ્રતિબોધનાર તેમના આધ્યાત્મિક ગુરુ "કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય" | આ એક એવું નામ છે, જેનો ભાગ્યેજ કોઈ ને પરિચય આપવું પડે છે | એ થયાં તો એક વણિક કુલ માં, અને સામાન્ય પરિવાર માં, પણ જ્ઞાન- ધ્યાન ની એક કક્ષાએ પહોંચ્યા પછી એમનું કોઈ કાર્ય સામાન્ય હતોજ નહીં, એક-એક ક્રિયા સમ્યક અને કાર્ય અસામાન્ય | એમની પ્રતિભા ની અસાધારણતા અને ટોંચ કેટલી ? તે માટે તમે પોતે વિચાર કરો કે, આ દંભ, અનાચાર, પાપ મંડિત આવા કલયુગ માં કોઈ ને "કલિકાલ-સર્વજ્ઞ" ની ઉપાધી એમ ના મળે |
શ્રી હેમચંદ્રાચાર્ય ને વિષય કહેવાય છે કે, તેમણે પોતા ના જીવન પર્યંત માં સાડા ત્રણ કરોડ શ્લોકો ની રચના કરી , પણ અફસોસ છે કે, આજે એમના દ્વારા રચિત સાહિત્ય રત્નાકર માં થી ખૂબ થોડુંજ આપણ ને ઉપલબ્ધ થઇ શક્યો છે | છતાંએ જેટલો મળ્યો, એ પણ એમના ચરિત્ર અને પ્રતિભા નું આંકલન કરવા માટે પર્યાપ્ત છે | તેમણી પ્રતિભા ની ઝલક અર્પતો એક શ્લોક જુઓ ,જે એમના ગયા ઉપરાંત કદાચ કોઈ શિષ્ય કે પછી, પ્રશંસક એ લખ્યું છે-
॥ काव्यं - शार्द्रूलविक्रीडितं ॥
क्लृप्तं व्याकरणं नवं विरचितं, छन्दो नवं દ્વयाश्रया-,
-लङ्कारौ प्रथितौ नवौ प्रकटितं, श्री योग शास्त्रं नवम्,
तर्कः संजनितो नवौ जिनवरादीनां चरित्रं नवम्,
बद्धं येन न केन -केन विधिना मोहः कृतो दूरयः ॥
એટલે - નવું વ્યાકરણ કલ્પ્યું, નવું છંદ શાસ્ત્ર રચ્યું, દ્વયાશ્રયા મહાકાવ્ય અને અલંકાર શાસ્ત્ર ને વિસ્તાર્યા, તદ્દન નવું યોગશાસ્ત્ર રચ્યું, નવા તર્ક શાસ્ત્ર ને જન્મ આપ્યું, જિનવર આદિ ત્રેસઠ મહાપુરુષો નું જીવન ચરિત્ર લખ્યું, કઈ- કઈ રીતે હેમચંદ્રાચાર્યે એ મોહ અને અજ્ઞાન ને દૂર કરવા નો પ્રયાસ નથી કર્યો ?
આ શ્લોક શ્રી હેમચંદ્રાચાર્ય ના ચિંતન, સાહિત્ય અને સાધના ના ક્ષેત્ર માં કરેલા યોગદાન ની ઇતિ નથી ,આ તો માત્ર પ્રારંભ છે | તેમના વિષયે તો જેટલું કહું, લખું, વાંચું કે પછી, જાણું તેટલો ઓંછો ગણાય | ગુજરાત ના મહારાજ સિદ્ધરાજ જયસિંહ ના અંતરમન માં થી પ્રસ્ફુટિત થયેલ, એક નાનકડા ઉદગાર માં થી નીકળેલી પ્રાર્થના પર એમને ભવિતવ્યતા જાણી ને આખું નવું વ્યાકરણ શાસ્ત્ર રચી નાખ્યો, આ કોઈ નાની સૂની વાત નથી અને કિંચિદ અન્ય માટે તો અસંભવજ છે | વ્યાકરણ ની રચના પાછળ કયા પ્રયોજન એ કામ કર્યું ? શું નિમિત્ત બન્યું ? અને સાથે ભારત માં તે સમયે, સાહિત્ય અને કાવ્ય ની પરાકાષ્ઠા દર્શાવતો એ આખો પ્રસંગ આવતા લેખ માં જરૂર લખીશ | એ ખૂબજ રોચક પ્રસંગ છે |
આચાર્ય હેમ સૂરિ દ્વારા રચિત વ્યાકરણ -સિદ્ધ-હૈમ શબ્દનુશાસન,મહર્ષિ પાણિની દ્વારા રચિત પ્રથમ વ્યાકરણ -અષ્ટાધ્યાયી થી ભિન્ન તો છે પરન્તુ, કોઈ પણ દૃષ્ટિએ એના થી ઓગ્નીશ ગણી શકાય તેવી નથી | હેમચંદ્રાચાર્ય નું પ્રાદુર્ભાવ ૧૦મી-૧૧મી શતાબ્દી માં થયું ,એટલે એમને તે સમય ની દેશ ,કાલ, વાતાવરણ ની પરિસ્તિથિ ને લક્ષ્ય માં રાખી ને, બધું તે મુજબજ કલ્પ્યું છે ,અને એના લીધેજ એ સર્વ ગ્રાહ્ય બન્યું |આ સિવાય હેમચંદ્રાચાર્ય ની રચનાજ નહી પણ, એમના જીવન દરમ્યાન ઘટિત થયેલા કેટ-કેટલા પ્રસંગો છે, જે પ્રેરણાસ્પદ છે,અનુકરણીય છે |
એવુંજ એક પ્રસંગ આપણે અહી લહિયે જે એમના કવિત્વ શક્તિ, અને છાન્દિક નિપુણતા નો પરિચય કરાવે છે | ગુજરાત નાં અધિપતિ મહારાજ સિદ્ધરાજ જયસિંહ, માળવા દેશ પર આક્રમણ કરીને વિજય મેળવી, જયારે પાછા ગુજરાત આવ્યા, તો એમણું ભવ્ય સ્વાગત થયો | પોતાની વિજય યાત્રા કરતા તે રાજધાની અણહિલ્લ્પુર પાટણ માં પ્રવેશ કરે છે , નગરજનો, શ્રેષ્ઠીયોં, પૌરમુખીયા અને કેટલા ધર્માચાર્યો, એમને આશિષ અર્પે છે, પરન્તુ હાથી ની અંબાડીયે બેસેલા સિદ્ધરાજ ના લોચન-ચાતક તો, હેમચંદ્ર રૂપી ચંદ્ર નાં દર્શન માટે વ્યાકુળ છે | રાજમહલ ના દ્વાર થી નિકટ, હાથી થી નીચે ઉતરી ને ,ભવ્ય જિનાલયે ને પ્રણામ કરીને, મહારાજ ચાલ્યા આચાર્ય ને વાંદવા | હેમચંદ્રાચાર્ય એક ઓટલા પર બેસીને ધ્યાન માં લીન હતા, રાજા નાં થાક ભરેલા ,વ્યગ્ર અને વિજય નાં સંતોષ થી મિશ્રિત ભાવપૂર્ણ શબ્દો માં વંદન સાંભળી,એમણે આંખોં ખોલી અને નિમિષ માત્ર માં એમના શ્રી મુખ થી આશીર્વચન નીકળ્યાં, જેમ મેઘ સહેજે વરસે , જાણે એમના મુખ કમળ માં બેઠેલી સાક્ષાત સરસ્વતી બોલી -
भूमिं कामगवि ! स्वगोमयरसैरासिञ्च रत्नाकरा,
मुक्ता स्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्ण कुम्भी भव |
धृत्वा कल्पतरोर्दलानि सरलैर्दिग्वारणास्तोरणा-,
न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः॥
ખૂબજ આલંકારિક અને સુંદર છાન્દિક કાવ્ય છે આ, હેમચંદ્રસૂરિ બોલ્યા - હે કામધેનુ ! તારો રસ એટલે કે દુગ્ધ અથવા તો ગોમૂત્ર (બંને ગો-રસ કહેવાયે અને શુભ ગણાય) થી સંપૂર્ણ ધરતી ને સિંચિત કર, પવિત્ર કર | હે રત્નાકર ! એટલે મહાસાગર, તારા ગર્ભ માં રહેલા બધાંજ મુકતાફળો (મોતિયોં) બાહર કાઢ અને સુંદર ગહુંલી, એટલે કી સ્વસ્તિક રચો | હે ચંદ્ર ! તૂ પૂર્ણ થા અર્થાત, સોળે કલાઓ થી પરિપૂર્ણ કળશ બની ને સ્વાગત કર, આવકારું આપ | અને હે દશે દિશાઓ ના હાથિયો -દિગ્ગજો ! તમે કલ્પવૃક્ષ નાં પાંદડા તોડી લાવો ,એનું સુંદર તોરણ બનાવો; આ બધાં રૂપકો એટલે કે -કામધેનુ, રત્નાકર, ચંદ્રમાં, અને દિગ્ગજો પૂછે કી કેમ ? તો કહે કે, તમને ખબર નથી સ્વ નાં બાહુબળ થી પૃથ્વી ને જીતી ને આ મહારાજા સિદ્ધરાજ આવી રહ્યા છે |
આહ ! અદભુત ! અદ્વિતીય ! આ કાવ્ય નું વિશ્લેષણ કરવો તો, પોતાના બંને બાહુ ને વિસ્તારી ને સમુદ્ર નો વર્ણન કરવા જેવો છે|
ક્ષણ માત્ર માં આટલું સરસ, રૂપકમય કાવ્ય સર્જવું, એ તેમણી કોઈ વિશેષતા દર્શાવે તેમ નહીં ! પણ તેમનું સહજપણું દર્શાવે છે |
એમ કેહવાય છે કે હેમચંદ્રાચાર્ય જયારે જીવન ની ઉત્તરાવસ્થા માં પહોચ્યા ત્યારે લગભગ, પચાસ હજજાર પરિવારો તેમના અનુયાયીયો હતા, તેમની વૈયાવૃત્તી માં તત્પર ,અને વચનો ને અક્ષરશઃ પાલનારા હતા | આ ખૂબજ ધ્યાન દેવા યોગ્ય વાત છે | એક મનુષ્ય જેનાં પચાસ હજજાર પરિવાર, એટલે કે આશરે અઢી લાખ લોકો અનુયાયી હોયે , સંસાર માં એના થી વધુ સિદ્ધ પુરુષ કોણ હોઈ શકે ? અઢી લાક લોકો નું સંગાથ જેને મળે, એના માટે સંસાર નું કોઈ પણ કાર્ય અઘરું નથી | એ ધારે બસ, તેટલીજ વાર ! એ ઇક્છે , તો એક નવું પંથ પ્રવર્તી લે ,નવું સંપ્રદાય ઉભું કરે શકે, પણ જો આવું કરે, તો પછી શેના હેમચંદ્ર ? આટલા વિરાટ જનસમુદાય સાથે પણ, તે જિન શાસન થી જોડાયેલા હતા,એના સિદ્ધાંતો ને સમર્પિત હતા ,અને એની સેવા માં સદાય સહજ ભાવ થી તત્પર હતાં | એકજ વિશ્વાસ કે આ જૈન ધર્મજ ઉદ્ધાર કરશે અને જીવન પર્યંત તે એના પરજ જીવ્યા |
અઢાર દેશ નાં અધિપતિ, મહારાજા કુમારપાલ જેમનાં ચરણે નમતાં, એનું વ્યક્તિત્વ કેવું હશે ? એનાં ચરિત્ર ની પરિધિ માં કયા-કયા ગુણો નું સમાવેશ હશે ? એ તો મારો નાથ જ જાણે !! લોકોં હેમચંદ્ર ને માત્ર એક સાહિત્યકાર કે સાધુ તરીકે ઓળખે છે | કોઈ- કોઈ અજ્ઞાની તો એમણે દરબારી કવિ પણ કહે છે| પરન્તુ હેમચંદ્ર આ બધીજ નિરાધાર માન્યતાઓ થી ઉપર હતાં |
તેમનાં વિષયે એક ઉક્તિ છે કે - चन्द्रः हेमचन्द्रश्च, सूर्यः हेमसूरयः॥
એટલે હેમચંદ્ર ચંદ્ર અને સૂર્ય બંને છે | અહીં શ્લેષ છે |
હેમચંદ્ર ; હેમચંદ્ર બન્યા એમાં , એમના ચરિત્ર અને આચરણ એ કામ કર્યું, એમના સંયમ અને પરિશ્રમ એ ભૂમિકા નિભાવી, એમના ધર્મ પ્રત્યે આસ્થા અને વિશ્વાસ એ યોગદાન આપ્યું , નાં કે કેવળ એમની સાહિત્યિક વૃત્તિ એ |
આજ નાં સાધુઓ માં સહજતા નું અભાવ છે | ઘણાં તો એવા છે, જે માત્ર સાધુ વિશેષણ ધારી છે, આચરણ થી સાધુ નથી | શ્રીમંતો ની ખુશામદ, નામ અને યશ ની ભૂખ એ એમને, પથ ભ્રષ્ટ બનાવી દીધો છે |
સાધુ માટે કહેવાય છે કે - साधयन्ति इति साधवः - જે સાધના કરે અને કરાવે એને સાધુ કહેવાય | પણ આજે તો એવું થઇ ગયો છે કે, સાધુઓ સાધના કરતા સાધનોં ને મહત્વ આપતા થઇ ગયા છે | જૈન શાસન માં થયી રહેલ ગચ્છ ભેદ, વધતા-વધતા એક શીત યુદ્ધ જેવો થઇ ગયો છે | વીતરાગ નું ધર્મ ,દ્વેષ અને દોષમય થાય છે, શ્રાવકો દિગ્ભ્રમિત અને સાધુઓ શિથિલ થાય છે | આજ ખરેખર એક હેમચંદ્ર ની આવશ્યકતા છે | "કલિકાલ સર્વજ્ઞ" ની જીવન ગાથા ને દિવસો સુધી વ્યાખ્યાનો નું વિષય બનાવનાર સાધુઓ, પદવી અને નામ ના લોભ માં કેવું-કેવું ત્રાગું કરે છે, એ મારે આંખે દીઠેલી વાત છે, અને એટલેજ મને આ બધાં માં હવે રસ નથી, જાણે મન ફાટી ગયો હોય | સાધુઓ નાં શિથિલાચાર અને દંભ જોયી ને ક્યારેક તો એવું થાય છે કે, આ લોકો જીવન જીતેલા નહીં પરન્તુ જીવન થી ભાગેલા લોકો છે, જે આડંબર પૂર્વક પોતાની મહિમા નું લોકો પાસે ગાન કરાવે છે | અને આજ નાં લોકો પણ મૂઢ ! સાચાં-ખોટા નું વિચાર કર્યાં વગર લાગ્યા છે ચાકરી માં | આ બધાં માં હ્રાસ થાય છે તે સાચા સાધુઓ નો, જે આ ઢોંગીયોં નાં કાર્યોં ને સમઝે તો છે, પણ તે લાચાર છે | અને એમણે એવી આશા છે, કે એક દિવસ સત્ય ની વિજય નું પણ આવશે | મહાપુરૂષો ! એવા દિવસ ની અમને પણ પ્રતીક્ષા રહેશે | બીજા ભલે જેમ ફાવે તેમ કરે પણ આપણે તો એજ માર્ગે જાવું છે, જે માર્ગે મહાજનોં ગયા - "મહાજનો યેન ગતઃ સઃ પંથાઃ" ||
